તો આજે શ્રી અદ્વૈત આચાર્યનો આવિર્ભાવ દિવસ છે. અદ્વૈત આચાર્ય, તેઓ ખૂબ જ મહાન આત્મા હતા અને તેઓ મહાવિષ્ણુ અને સદાશિવના અવતાર હતા. તેમનો જન્મ બાંગ્લાદેશમાં મહિયા નામના એક સ્થળે થયો હતો કે જે ઉત્તરમાં છે અને હવે ભારતીય સરહદથી ૩ માઈલના અંતરે તેને સીલ્હટ કહેવામાં આવે છે. તે પવિત્ર નદી પર છે.
તેમણે જોયું કે લોકો ખૂબ ભૌતિકતાવાદી હતા અને તેઓ તેમને કૃષ્ણનો પ્રેમ આપવા માંગતા હતા. પરંતુ તેઓ તેમના હૃદયને બદલી શક્યા નહીં. તેઓ મુક્તિ આપી શકતા હતા પરંતુ તેમને કૃષ્ણ પ્રેમ આપવો તે સહેલું ન હતું – માત્ર કૃષ્ણ જ તે કરી શકે છે.
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી,
ગુરુવાર, માર્ચ ૧૭, ૨૦૧૧