“આપણે ભગવાન પ્રત્યે અપરાધ કરી શકીએ છીએ, હરે કૃષ્ણનો જપ કરવાથી આપણને એ અપરાધથી માફી મળી શકે છે. પરંતુ તે પછી આપણે હરે કૃષ્ણના જપ પ્રત્યે કોઈપણ અપરાધ કરવાનું ટાળવું જોઈએ. જેમ કે ક્યારેક-ક્યારેક ચિકિત્સકો પ્લેગ વિસ્તારોમાં જાય છે અને તેઓ રોગચાળાથી પીડાતા લોકોને મદદ કરવાનો પ્રયાસ કરે છે, આ છેલ્લી આશા જેવું છે. પરંતુ પછી જે લોકો પ્લેગથી ગ્રસ્ત છે, જો તેઓ ચિકિત્સકને મારી નાંખે છે તો પછી તેમની આશા ક્યાં છે? તમે સમજ્યા? આ તેના જેવું છે, એ હાથને કાપવા જે તમને ખવડાવે છે.”
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૨૮ ઑક્ટોબર ૧૯૮૨
થાઈલેન્ડ