પ્રિય ભક્તગણ,
કૃપા કરીને મારા નમ્ર પ્રણામનો સ્વીકાર કરશો, શ્રીલ પ્રભુપાદની જય!
આજે, ૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ, ભારતીય માનક સમય અનુસાર લગભગ ૬ વાગ્યે, ગુરુ મહારાજના હૃદયના ઉચ્ચ દરના વધતા આવર્તન અને સમયગાળાને કારણે તેમના હૃદય પર ઇલેક્ટ્રો ફિઝિયોલોજીકલ સ્ટડી (ઇપીએસ) કરવામાં આવશે. અભ્યાસ દરમિયાન, ઇલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ હૃદયની વિદ્યુત ગતિવિધિઓનું માપન કરશે અને હૃદયના ઉચ્ચ દર (ટેચિકાર્ડીયા) ને નિયંત્રણમાં રાખવા માટે અવરોધક માર્ગને બાળી નાખશે. પ્રક્રિયામાં લગભગ બે કલાક લાગી શકે છે, પરંતુ તૈયારી અને પુનઃસ્વાસ્થ્ય વગેરેમાં થોડો વધુ સમય લાગશે. અમે બધા શિષ્યો, ભક્તો અને શુભચિંતકોને અવરોધોની ગેરહાજરી અને ઝડપી પુનઃસ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા માટે વિનંતી કરીએ છીએ.
આપની સેવામાં,
જે.પી.એસ. સેવા સમિતિ