પ્રિય ભક્તો ધ્યાન આપો,
આવતીકાલે કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્દ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુર ગોસ્વામી પ્રભુપાદની વ્યાસ પૂજા છે. શ્રીલ એ સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દર વર્ષે વ્યાસ પૂજા પર ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરની છબી વ્યાસપીઠ ઉપર રાખતા હતા. ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુર પ્રભુપાદ જગન્નાથ પૂરીમાં પ્રકટ થયા હતા. ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરે ગૌડિય વૈષ્ણવો માટે ઘણા પાયાના સિદ્ધાંતોની સ્થાપના કરી, જેમ કે જેઓ જન્મથી બ્રાહ્મણ નથી તેવા અભ્યાસુ વૈષ્ણવો ને બ્રાહ્મણ દીક્ષા આપવી. જો આવું કરવામાં ન આવ્યું હોત તો, આપણે સમગ્ર વિશ્વમાં અર્ચાવિગ્રહની પૂજા કેવી રીતે કરતાં? તેવી જ રીતે, તેમણે દિવ્ય સાહિત્યના મુદ્રણ અને વિતરણના મહત્વ પર ભાર મૂક્યો હતો કે જેનો કાર્યભાર શ્રી શ્રીમદ્દ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદે ઉઠાવ્યો. ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરે કૃષ્ણ ભાવનામૃતનો પ્રસાર કરવા માટે એ.સી. ભક્તવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદને પશ્ચિમમાં મોકલ્યા, તેમણે કહ્યું કે તેનાથી શ્રીલ પ્રભુપાદને અને તેમને મદદ કરનાર સર્વને લાભ થશે. ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરે નવદ્વીપ મંડલ પરિક્રમાની આગેવાની લીધી હતી જેનું ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદે વિસ્તરણ કર્યું હતું. શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરની અનેક ક્રાંતિકારી ઉપલબ્ધિઓનો આ માત્ર એક અંશ છે. આપણે ઓમ વિષ્ણુપાદ પરમહંસ ૧૦૮ શ્રી શ્રીમદ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુર ગોસ્વામી પ્રભુપાદના મહાન આવિર્ભાવ માટે માનસિક અને આધ્યાત્મિક રીતે તૈયાર થવું જોઈએ.
આપનો સદૈવ શુભચિંતક,
જયપતાકા સ્વામી