સોમવાર, ૨૦ ઓગસ્ટ, ૨૦૧૮
(૧૩:૦૦ કલાક ભારતીય માનક સમય ) અધતન # ૧૬ (સંક્ષિપ્ત)
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો,
કૃપા કરીને અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો.
શ્રીલ પ્રભુપાદની જય!
આઈસીયુ ડૉક્ટરોએ જણાવ્યું છે કે ગુરુ મહારાજ સારા થઈ રહ્યા છે. તેઓ તેમના પરિમાણો અને કોઈપણ ચેપ માટે સતત પરીક્ષણ કરી રહ્યા છે કારણ કે આ સમય ખૂબજ મહત્વપૂર્ણ છે. મુલાકાતી ડૉક્ટરે ઉલ્લેખ કર્યો કે તેમનું બ્રોનકીયલ લૈવેજ ગ્રામ પોઝીટીવ બેક્ટેરીયા વધી રહ્યો છે. તેઓ આગળ ઉપચાર માટે સંવેદનશીલતા અહેવાલની રાહ જોઈ રહ્યા છે.
ડૉક્ટરોનું કહેવું છે કે ગુરુ મહારાજની કિડનીને સક્રિય થવા માટે થોડો સમય લાગી શકે છે. તેમને ડાયાલિસિસના કેટલાક સત્રોની જરૂર પડી શકે છે. તેઓ આજે ગુરુ મહારાજને ગતિશીલ કરી રહ્યા છે. તેમણે ભાત અને દાળનું પાણી ખવડાવવાનું શરૂ કરી દીધું છે. તેઓ ગુરુ મહારાજની છાતી પર ફિજીયોથેરાપી કરી રહ્યા છે.
આપને વિનંતી છે કે ગુરુ મહારાજની ઝડપી પુન: સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે કૃપાયા તમારી તીવ્ર પ્રાર્થના ચાલુ રાખો.
કૃપયા ધ્યાન આપો કે હવેથી દરરોજ માત્ર બે અદ્યતન હશે.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય ટીમ વતી,
મહા વરાહ દાસ