બુધવાર, ૫ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૩૪
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
આજના સમાચાર વધુ હકારાત્મક રહ્યા છે, બધી વિશ્વવ્યાપી પ્રાર્થના માટે આભાર અને ચાલો આશા રાખીએ અને પ્રાર્થના કરીએ કે આ પ્રવૃત્તિ ચાલુ રહે.
ડૉ. રેલા, એક સર્જન, જેમણે યકૃતનું પ્રત્યારોપણ કર્યું હતું, ગુરુ મહારાજની મુલાકાત લીધી. તેમણે ગુરુ મહારાજને વ્યક્ત કર્યું કે જો કે ગુરુ મહારાજ માટે હજુ પણ કેટલીક અનિવાર્ય સહનશક્તિ જરૂરી છે, તેઓ અપેક્ષા કરતાં વધુ સારી પ્રગતિ કરી રહ્યા છે. તેમણે ગુરુ મહારાજને પૂછ્યું કે તેઓ ખુશ છે અને તેમને આશ્વાસન પણ આપ્યું કે તેમની ટીમ સારી રીતે સંભાળ રાખશે અને કહ્યું કે ગુરુ મહારાજે થોડાક વધારે સમય માટે હોસ્પિટલમાં રહેવું જોઈએ.
બાયોપ્સીના પ્રારંભિક અહેવાલો કિડનીની કોઈ પણ અસ્વીકૃતિનું નહિં પરંતુ માત્ર ધીમી પ્રગતિ દર્શાવેનું સૂચન કરે છે. ડૉ. રેલાએ એમ પણ કહ્યું કે સમય જતાં કિડની કાર્યશીલ થશે અને અત્યારે કોઈ ચિંતા નથી. પરંતુ આપણે સચેત રહીએ કે પ્રથમ ૩ મહિનામાં કોઈ પણ સમયે અંગોની અસ્વીકૃતિની સંભાવના છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને કોઈ ચિંતા છે, તો ગુરુ મહારાજે કહ્યું કે તેમને નબળાઈ અનુભવી રહ્યા છે. તેથી ડૉક્ટરોએ સૂચવ્યું કે ગુરુ મહારાજને કાર્યપ્રવૃત્ત કરવા જોઈએ. તેથી બપોરના ભોજન પછી તેઓ લગભગ ૫૦ મિનિટ માટે તેમની વ્હીલ ચેરમાં બેઠા. ગુરુ મહારાજ હજુ પણ નિર્ધારિત માત્રામાં ભોજન કરી શકતા નથી, પરંતુ તેઓ ધીમે ધીમે તેમનું સેવન વધારી રહ્યા છે.
તેમના અવાજમાં સુધારો થયો છે અને તેમનો અવાજ મોટો અને સ્પષ્ટ છે.
તો ચાલો આપણે આપણી પ્રાર્થનાના ભગવાનના આદાનપ્રદાનનો સ્વીકાર કરીએ, તેમનો આભાર માનીએ અને આપણી પ્રાર્થનાને ચાલુ રાખીએ અને તીવ્ર કરીએ કે જેથી આ મુશ્કેલ સમય દરમિયાન વસ્તુઓ હકારાત્મક રીતે આગળ વધે અને ગુરુ મહારાજની પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ સરળ અને ઝડપી બને.
દુનિયાભરમાં અદ્ભુત કાર્યક્રમોના આયોજન કરવા માટે અમે તમામ લોકોનો આભાર માનીએ છીએ. જેમ જેમ અને જ્યારે શક્ય બનશે ત્યારે અમે ગુરુ મહારાજના વિષયમાં અદ્યતન કરીશું અને ચાલો આશા રાખીએ કે આપણે તેમના અવાજને ટૂંક સમયમાં સાંભળીશું. અમે વિવિધ મહારાજ, મંદિરોના નેતાઓ, યાત્રાઓ અને મંડળોનો આભાર માનીએ છીએ કે જેમણે તાજેતરમાં જન્માષ્ટમી ઉત્સવને ગુરુ મહારાજના લાભ માટે સમર્પિત કર્યો છે.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ