મંગળવાર, ૧૬ ઓક્ટોબર, ૨૦૧૮
યકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૬૨ મા દિવસની સમાપ્તિ
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૬૯ (સંક્ષિપ્ત)
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
આજે ગુરુ મહારાજે હોસ્પિટલની મુલાકાત લીધી અને કૃષ્ણની કૃપાથી, પરમા કેથ દૂર કરવામાં આવ્યો હતો. આનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે લાંબા સમય સુધી ડાયાલિસિસની જરૂર હોય છે.
ગુરુ મહારાજ આજે ભાષણમાં મુશ્કેલી હોવા છતાં વાતચીત કરતા ખૂબજ સતર્ક દેખાઈ રહ્યા હતા. ગુરુ મહારાજ હવે તેમનું ભાષણ સુધારવા માટે કેટલીક વાણી-ચિકિત્સા મેળવવા માટે આતુર છે. તેઓ સવારે અને સાંજે બંને સમયે, તેમના વ્યાયામ સારી રીતે કરી રહ્યા હતા. તેઓ છેલ્લા બે દિવસથી વર્ગો આપી રહ્યા છે, ૧૩ ઑક્ટોબર, ૨૦૧૮ ના રોજ પ્રત્યારોપણ પછીની તેમની પ્રથમ સાર્વજનિક ઉપસ્થિતિ.
તમારી બધી પ્રાર્થનાઓ ગુરુ મહારાજને તેમની પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિમાં ખરેખર મદદ કરી રહી છે અને અમે તમને તમારી પ્રાર્થનાઓ ચાલુ રાખવા વિનંતી કરીએ છીએ. કાર્તિક મહિનો ઝડપથી નજીક આવી રહ્યો છે અને અમે દરેકને જુદા જુદા સ્થળોએ વિવિધ સામુહિક કાર્યક્રમોની યોજના અને આયોજન કરવા વિનંતી કરીએ છીએ કે જેથી આ સુનિશ્ચિત કરી શકાય કે ભગવાન દામોદરની પ્રસન્નતા માટે ૧ મિલિયન આરતીઓના સ્વપ્ન લક્ષ્ય સુધી પહોંચી શકીએ. કૃપા કરીને આ કાર્યક્રમોની વિગતો ચિત્રો, ઑડિયો અને વિડિયો સાથે www.jayapatakaswami.com પર પ્રકાશિત કરવાનું ભૂલશો નહીં અને કૃપા કરીને ગુરૂ મહારાજ માટેની તમારી તપસ્યાઓ પણ આ જ વેબસાઇટ પર પ્રકાશિત કરો, ભલે તે નૃસિંહ કવચનો પાઠ અથવા વધારાના જપ વગેરે હોય.
કૃપા કરીને નોંધ લેશો કે આગામી અદ્યતન ૧૮.૧૦.૨૦૧૮ ના રોજ હશે.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ