૧૯૭૩ અથવા તેના પછી, મને તીવ્ર તાવ હતો. પરંતુ વૃંદાવનમાં ભક્તિરસામૃતસિન્ધુ પર શ્રીલ પ્રભુપાદના વ્યાખ્યાનને સાંભળ્યા પછી, હું ખૂબ જ આનંદનો અનુભવ કરી રહ્યો હતો. પરંતુ શારીરિક રીતે મને તીવ્ર તાવ હતો અને હું પીડિત હતો, પરંતુ આધ્યાત્મિક રીતે હું ખૂબ જ આનંદિત હતો! તેથી મને લાગ્યું કે કૃષ્ણને સાંભળવાથી અથવા કૃષ્ણના નામના જપ કરવાથી જે સુખ મળે છે, તે સુખ શરીરની મર્યાદાની બહાર હોય છે. તેથી અમે આશા રાખીએ છીએ કે તમે બધા કૃષ્ણની ભક્તિની સેવાનો રસ, અમૃતમાં લીન રહો. જ્યારે આપણે આ ભૌતિક સંસારમાં હોઈએ છીએ ત્યારે ક્યારેક ક્યારેક આપણે સુખી હોઈશું અને ક્યારેક ક્યારેક આપણે દુઃખી હોઈશું, આપણે શરીરમાં છીએ, પરંતુ આધ્યાત્મિક રીતે આપણે હંમેશાં આનંદમાં રહેવું જોઈએ. હરે કૃષ્ણ!
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૧૪ માર્ચ ૨૦૧૯
શ્રી ધામ માયાપુર, ભારત