“ઘણી વખત આપણને આશ્ચર્ય થાય છે કે એક શુભેચ્છક હોવું એનો અર્થ શું થાય, કેવી રીતે ભક્ત એક દુશ્મન માટે પણ શુભેચ્છક બની શકે છે. જ્યારે એક વ્યક્તિ દુશ્મન હોય છે, ત્યારે સ્વાભાવિક રીતે જ, તે પોતાના દુશ્મનને દુઃખ પહોંચાડવા માંગે છે; તે વ્યક્તિ માટે અમુક પ્રકારની કમનસીબી ઊભી કરવા માંગે છે. પરંતુ ભક્ત, ખાસ કરીને પોતાના દુશ્મન માટે પણ નથી ઇચ્છતો કે કોઈપણ પ્રકારથી તેનું અહિત થાય, પરંતુ તેના બદલે તે એ જોવા ઈચ્છશે કે દુશ્મન પણ કૃષ્ણભાવનાભાવિત બનીને આશિર્વાદ પ્રાપ્ત કરી શકે છે. દુશ્મન પણ, કહેવાતો દુશ્મન, જે વ્યક્તિ એમ વિચારે છે કે તે ભક્તનો દુશ્મન છે, તે અન્ય કોઈપણ રીતે તેના ઇર્ષાપૂર્ણ ભાવને રોકી શકે છે.”
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૧૫ મી ડિસેમ્બર,૧૯૮૨
હોનોલુલુ, હવાઈ