શ્રીલ પ્રભુપાદે મને નવદ્વીપ પરિક્રમાને વિકસિત કરવાની સૂચના આપી હતી. નવદ્વીપના નવ દ્વીપો વૃંદાવનથી અભિન્ન છે અને દર વર્ષે વિભિન્ન સમૂહો ધામની પરિક્રમા કરે છે, એટલે કે ૫ કોશ પરિક્રમા, ૮ કોશ અને સંપૂર્ણ નવ દ્વીપોની પરિક્રમા કરે છે.
ઘણા બધા પવિત્ર સ્થળો લુપ્ત થઈ ગયા છે. અમે ઘણા બધા સ્થળોને શોધવામાં સફળ રહ્યા છીએ જેમ કે ઉચહાટ, જે કુરુક્ષેત્રથી અભિન્ન છે, પુષ્કર તીર્થ જે નવદ્વીપમાં છે, રાધાકુંડ – વાસુદેવ દત્તનું ઘર અને મંદિર, અર્કટિલા – નવદ્વીપ ધામમાં પાંચ પાંડવોનું સ્થાન છે.
પરંતુ વૈકુંઠપુર અને સપ્ત-ઋષિ ટીલા જેવા કેટલાક સ્થળો હજુ સુધી મળ્યા નથી. અમે કેટલાક સ્થળો શોધી રહ્યા છીએ અને કેટલાક સ્થળો છે જે અમને મળ્યા છે. અમે તેને સંરક્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેથી નવદ્વીપ પરિક્રમાનો અનુભવ કૃષ્ણકૃપામૂર્તિ શ્રી શ્રીમદ્દ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની કૃપાથી પૂર્ણ થાય.