શ્રીલ પ્રભુપાદની જય!
સારંગ મુરારીનો શ્રીપાટ:
તો અમે આશા રાખીએ છીએ કે તમે ગઈ રાત્રીએ ખૂબ સરસ આરામ કર્યો હશે, તે છેલ્લા બે વર્ષથી આપણું શિબિર સ્થળ છે. તે તમને કેવું લાગ્યું? ઘણા બધા વૃક્ષ અને તળાવ.
તો તમે સારંગ મુરારીના શ્રીપાટ માં પ્રવેશ કર્યો છે અને ત્યાં વાસુદેવ દત્તનો વિગ્રહ પણ ઉપસ્થિત છે. ત્યાં બે માર્ગ છે. જો તમે પાછળના માર્ગ દ્વારા જાઓ છો તો તમે ત્યાં વાસુદેવ દત્ત ના મંદિરના અવશેષને જોઈ શકો છો અને પછી તમે વૃંદાવન દાસ ઠાકુરના ઘરે જઈ શકો છો. તે મોદદ્રુમ દ્વીપ માં છે.
મોદદ્રુમ દ્વીપ એટલે વૃક્ષ, જેમ કે ગોદ્રુમ દ્વીપ એટલે ગાય અને વૃક્ષો. કેમ કે ત્રેતાયુગ માં ત્યાં મોટું વડનું વૃક્ષ હતું અને ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ સાથે ત્યાં ગયા હતા. તો તેઓ હસી રહ્યા હતા. હવે સીતાએ જોયું, “તમે કેમ હસી રહ્યા છો?” પછી તેઓએ કહ્યું, “કલિયુગમાં હું સુવર્ણ સ્વરૂપ માં પ્રગટ થઈશ અને મને ગૌરાંગ તરીકે ઓળખવામાં આવશે!” “ગૌરાંગ! ગૌરાંગ! ગૌરાંગ”. આ લીલામાં હું તને વનવાસ આપું છું અને કલિયુગમાં એક પારસ્પરિક આદાન-પ્રદાન રુપે હું સ્વયંને વનવાસ આપીશ.” પરંતુ સીતા આ બંન્નેમાંથી કોઈપણ રીતે ખુશ ન હતા. તેથી ભગવાન રામ, કૃષ્ણ અને ભગવાન ગૌરાંગની લીલાઓ એકબીજા સાથે સબંધિત છે. ભગવાન ચૈતન્યના ષડ-ભુજ રૂપમાં ભગવાન ચૈતન્યના છ હસ્ત છે. ભગવાન રામચંદ્રના બે હસ્ત, કૃષ્ણના વાંસળી વગાડતા બે હસ્ત અને દંડ અને કમંડલ સાથે ભગવાન ચૈતન્યના બે હસ્ત.
તે આશ્રમમાં એક મોટું વૃક્ષ છે કે જે ભગવાન ચૈતન્યના સમયકાળ નું છે. વાસ્તવમાં જો તમે તેને નજીકથી જુઓ છો તો તમે જોશો કે તે ખાલી છે પરંતુ ગમે તે રીતે આવરણ વધી રહ્યું છે. તે વૃક્ષ સાથે કેટલીક લીલા સંકળાયેલી છે. ભગવાન ચૈતન્યના ભક્તોને તે વૃક્ષ માટે ખૂબ માન છે.
તમે મુરારી ઠાકુર વિશે સાંભળ્યું છે. તેઓ કેવી રીતે પ્રચાર કરતા, તેઓ વાઘની પીઠ પર સવાર થઈને ગામમાં જતા, વાઘ પર સવારી કરતા, લોકો તેમને ૮-૧૦ ફૂટ લાંબા એક વાઘની પીઠ પર જોતા, અને તેઓ લોકોને હરે કૃષ્ણ કીર્તન કરવા માટે કહેતા! હા હા હા હા! તો કોણ કીર્તન નહિં કરે? તેઓ ખૂબ શક્તિશાળી હતા! તેઓ પહેલાં મૃત્યુ પામ્યા હતા, પરંતુ સારંગ ઠાકુરે તેમને ફરીથી જીવનદાન આપ્યું હતું. ક્યારેક તેઓ પાણીની નીચે જપ કરતા, કોઈ ખલેલ નહીં! તો આ એક વિશિષ્ટ સ્થાન છે. તે જાહ્નુ દ્વીપ અને મોદદ્રુમ દ્વીપની સીમા પર છે. આગામી પડાવ સંપૂર્ણપણે મોદદ્રુમ દ્વીપમાં હશે.
તો સાવચેત રહો. મને યાદ છે, થોડાક વર્ષ પહેલાં, એક ભક્તે માનવનિર્મિત તળાવમાં કૂદકો માર્યો હતો અને સપાટીની નીચે, એક સીડી હતી. તો તેનું માથું સીડી સાથે અથડાયું હતું અને અમારે તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમ લઈ જવો પડ્યો હતો. તેથી સાવચેત રહો. કોઈ પણ તળાવમાં ઊંધા માથે કૂદકો ન મારો. પહેલા જુઓ કે પાણીમાં નીચે શું છે.
તો ત્યાં ઘણા પવિત્ર સ્થળો છે, તેમાંનું એક છે વૃંદાવન દાસ ઠાકુરનું જન્મ સ્થળ અને બીજુ છે અર્ક ટીલા. મેં જે વડના વૃક્ષ વિશે વાત કરી હતી તેને તમે અત્યારે શોધી નહીં શકો. ત્યાં વૈકુંઠપુર પણ છે, અમે જાણતા નથી કે તે ક્યાં છે. આ મહતપુર છે કે જ્યાં પાંડવો આવ્યા હતા. અમે જાણીએ છીએ કે તે ક્યાં છે અને પછી ત્યાં પ્રતાપ નગર ખાતે પડાવ સ્થળ છે. તો અમે આશા રાખીએ છીએ કે જાહ્નુદ્વીપ અને મોદ્રુમ દ્વીપભાં તમારી યાત્રા ખૂબ જ દિવ્ય રહે.
“ગૌરાંગ! ગૌરાંગ! ગૌરાંગ! ગૌરાંગ!” નું કીર્તન કરવાનું ભૂલશો નહીં.
(રસ પ્રિયા ગોપિકા દેવીદાસી દ્વારા લિપ્યન્તરિત)