શુક્રવાર, ૩૧ ઓગસ્ટ, ૨૦૧૮,
૧૩:૩૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન # ૨૮ (વિશેષ અદ્યતન)
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો,
તમને બધાને જાણ કરવા માટે આ એક વિશેષ અદ્યતન છે કે ગુરુ મહારાજને સ્ટેનલી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી રહી છે અને આગળની પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ અને સુધારણા માટે આજે બપોરે એક ખાનગી સંસ્થામાં જશે.
ડૉક્ટરોએ કહ્યું છે કે તેઓ સ્થિર છે અને બહાર નીકળવા માટે સ્વસ્થ છે, જોકે ગુરુ મહારાજ માટે તેમના શ્વાસ લેવા અને કેટલાક પરિમાણોને સ્થિર કરવા માટે હજુ પણ અમુક માર્ગ નક્કી કરવાનો છે. રજા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને જોવાનું છે કે સ્થાનાંતર નિર્વિધ્ન અને સુરક્ષિત છે.
આ ક્ષણે અમે નિર્વિધ્ન સ્થાનાંતર માટે તીવ્ર પ્રાર્થના ઇચ્છીએ છીએ. આ પ્રાર્થના જ છે કે જે હંમેશા ગુરુ મહારાજની મદદ કરે છે અને અમે તમારા બધાની મદદ માંગીએ છીએ.
ગુરુ મહારાજની ઉપસ્થિતિના પ્રભાવને જોવો આશ્ચર્યજનક છે. અન્ય વિભાગોની પરિચારિકાઓ દર્શન કરવા અને આશીર્વાદ માંગવા ઈચ્છે છે, જોકે તેઓએ તેમને જોયા નથી.
આસપાસના દુકાનદારો કે જેમની પાસેથી અમે સામગ્રી ખરીદીએ છીએ, તેઓ ગુરૂ મહારાજ માટે પૂછપરછ અને પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ગુરુ મહારાજની સેવા કરવા માટે પરિચારિકાઓ અને ડોકટરો ધન્યતા અનુભવી રહ્યા છે. અહીં સુધી કે એવી સ્થિતિમાં કે જ્યારે તેમને ભાગ્યે જ સાંભળી શકીએ અને એક રૂમમાં પ્રતિબંધિત હતા, ત્યારે પણ ગુરુ મહારાજે ઘણી અલગ અલગ રીતે પ્રેરિત કર્યા છે.
ગુરુ મહારાજની જય !! ચાલો આપણે આપણી પ્રાર્થના તીવ્ર કરીએ અને ચાલુ રાખીએ.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી.
આપનો સેવક,
મહાવરાહ દાસ