શુક્રવાર, ૩૧ ઓગસ્ટ, ૨૦૧૮,
૨૦:૩૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન # ૨૯ (સંક્ષિપ્ત)
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો,
ભગવાનની કૃપા અને તમારી બધી પ્રાર્થનાથી ગુરુ મહારાજને સ્ટેનલી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર સ્થળાંતર સારી રીતે આયોજિત અને ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ગુરુ મહારાજ સ્થિર હતા.
ખાનગી હોસ્પિટલમાં, ગુરુ મહારાજ આઇસીયુમાં સારી રીતે સ્થિર છે. તેઓ જાગતા હતા, આરામદાયક હતા અને સારી રીતે પ્રતિભાવ આપતા હતા. આ સ્થળાંતર કરવું એ ગુરુ મહારાજની ઇચ્છા હતી અને છેલ્લા થોડા દિવસોથી આ માટે દબાણ કરી રહ્યા હતા. તેમની ઇચ્છા સંતુષ્ટ થવાથી અને તેમના શિષ્યો, ગુરુ-ભાઈઓ અને શુભચિંતકોની પ્રાર્થનાની મદદથી, અમે આશા રાખીએ છીએ કે તેઓ ઝડપી પુનઃસ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરશે.
ગુરુ મહારાજની જય !! ચાલો આપણે આપણી પ્રાર્થના તીવ્ર કરીએ અને ચાલુ રાખીએ કે જેથી તેઓ જેટલા થઈ શકે એટલા જલ્દી પુનઃસ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરી શકે.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી.
આપનો સેવક,
મહાવરાહ દાસ