શનિવાર, ૧ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૨:૩૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન # ૩૦
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો,
ગુરુ મહારાજ સારી રીતે સ્થાઈ થઈ ગયા છે અને રાત્રી દરમિયાન સારી રીતે આરામ કર્યો છે.
આજે વિવિધ નિષ્ણાતો અને આહારશાસ્ત્રીઓએ ગુરુ મહારાજની મુલાકાત લીધી હતી કે જેઓ તેમની શસ્ત્રક્રિયા પહેલા હતા. તેઓએ સ્વયંને અદ્યતન કર્યા અને અત્યાર સુધી ગુરુ મહારાજ દ્વારા કરાયેલી પ્રગતિથી તેઓ ખૂબ સંતુષ્ટ હતા. તેઓ બધાએ ગુરુ મહારાજને ખાતરી આપી છે કે તેમની શ્રેષ્ઠ કાળજી રાખવામાં આવશે અને અમે પહેલાંથી જ તે થઈ રહેલું જોઈ રહ્યા છીએ.
કિડનીના કાર્ય પર વધુ પરીક્ષણ સોમવાર, ૩ સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.
ગુરુ મહારાજ વેન્ટિલેટર પર છે કારણ કે તેઓ તેના સમર્થન વિના સારી રીતે શ્વાસ લેવા સક્ષમ નથી અને પલ્મોનોલોજિસ્ટ આના પર કામ કરી રહ્યા છે. દિવસની શરૂઆતમાં, ડોકટરોને ટ્રેકોઇસ્ટોમી ટ્યુબ સાથે પનારો પડ્યો હતો જેને બદલવાની જરૂર હતી.
ગુરુ મહારાજની ઈચ્છા હતી અને જેમ કે કાર્યવાહીની મૂળ યોજના હતી, શસ્ત્રક્રિયાના થોડા દિવસો પછી તેઓએ ખાનગી હોસ્પિટલમાં સ્થાન-પરિવર્તનનો આગ્રહ કર્યો હતો.
તેના આધારે, કાર્યવાહીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અને ડોકટરો સાથે યોગ્ય પરામર્શ કર્યા પછી, જ્યારે તેઓ સ્થિર અને સુરક્ષિત હતા ત્યારે તેમને સ્થળાંતરિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું કે ગુરુ મહારાજને તેમની વધુ કાળજી અને સરળ પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ જોવા માટે વધુ નિષ્ણાતોની જરૂર પડશે.
અમે શિષ્યો અને શુભચિંતકોને ખાતરી કરાવવા માગીએ છીએ કે ગુરુ મહારાજની સંભાળ રાખતા ૩ ગ્રાઉન્ડ ડોકટરો (કે જેઓ રોટેશન પર કામ કરી રહ્યા છે) અને સેવકો દ્વારા દરેક ક્ષણની જાણ કરવામાં આવી રહી છે. આ માહિતી ગુરુ મહારાજ દ્વારા પસંદ કરાયેલા ડૉક્ટરો (વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત) પાસે જઈ રહી છે. વધુમાં આમારી પાસે ગુરુ મહારાજના વરિષ્ઠ શિષ્યો છે કે જેઓએ સેવા સમિતિની રચના કરી છે જે ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલી ભલામણોને જુએ છે અને તેમના નિર્ણય માટે ગુરુ મહારાજને વિકલ્પો પ્રસ્તુત કરે છે.
ચાલો સંપૂર્ણ-હ્રદયપૂર્વક ભક્તોની પ્રાર્થના દ્વારા મદદ કરીએ કે જેઓ ગુરુ મહારાજની ઈચ્છા અને રુચિ જાળવી રાખવા તેઓ તેમનું ૧૦૦% ધ્યાન તેમની તમામ કાળજી અને એકાગ્રતા પ્રદાન કરવા માટે દિવસ અને રાત કામ કરી રહ્યા છે. આ અવરોધોમાંથી પસાર થવા માટે ગુરુ મહારાજ માટે તીવ્ર પ્રાર્થના કરવાની પણ જરૂર છે. એકમાત્ર રસ્તો એ છે કે આપણી સાધના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું અને આપણા ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્યપ્રાપ્તિ માટે વધુ જપ કરવા.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી.
આપનો સેવક,
મહાવરાહ દાસ