શુક્રવાર, ૭ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૦:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૩૬ (સંક્ષિપ્ત)
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
ગુરુ મહારાજની શ્વાસ લેવાની સમસ્યા કાલે રાત્રે ચાલુ રહી અને તેથી ડોકટરોએ તેમને વેન્ટિલેટરની સહાય આપી.
ગુરુ મહારાજને એક કલાક માટે ખાનગી ડિલક્સ રૂમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને આઈસીયુમાં પાછા આવ્યા હતા. ગુરુ મહારાજની નવી કિડનીના કાર્યમાં સુધારો થઈ રહ્યો છે. નેફ્રૉલોજિસ્ટએ નક્કી કર્યું કે આજે પણ ગુરુ મહારાજને ડાયાલિસિસની જરૂર નથી. આજે ગુરુ મહારાજના પ્રસાદનું સેવન ગઇકાલે કરતાં વધુ સારું હતું.
અમે જોઈ રહ્યા છીએ કે આ પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિના સમયગાળામાં દરેક દિવસ અલગ-અલગ છે. જો કે, કૃષ્ણ દયાળુ રહ્યા છે અને તીવ્ર પ્રાર્થના માટે સારી પ્રતિક્રિયા આપી છે. તેથી, કૃપા કરીને તમારી પ્રાર્થનાઓ ચાલુ રાખો.
કૃપા કરીને તમારી બધી પ્રવૃત્તિઓના અહેવાલ www.jayapatakaswami.com ઉપર ચિત્રો અને ઑડિયો અને વીડિયો સાથે મોકલો.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક
મહાવરાહ દાસ