ગુરુ મહારાજના પ્રિય શિષ્યો અને શુભ ચિંતકો,
કૃપા કરીને અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશોજી. શ્રીલ પ્રભુપાદની જય.
આ રિપોર્ટ તમને જાણ કરે છે કે ગુરુ મહારાજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર અને બાઈલરી સાયન્સ(આઈએલબીએસ) દિલ્હીમાં સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરાવી છે. કિડનીના પરિમાણોમાં અનપેક્ષિત ગૂંચવણને કારણે તેમનું હોસ્પિટલમાં સ્થાયી રહેવાનું લાંબા સમયથી ચાલુ રહ્યું છે. હવે ગુરુ મહારાજના સ્વાસ્થ્યને નિયંત્રણમાં લાવવા માટે તેમની તપાસ કરવામાં આવી રહી છે. આ કોઈ પણ અંતિમ સમસ્યાને અટકાવવા માટે છે. હાલમાં, ગુરુ મહારાજ તેમના સ્વાસ્થ્યની સંભાળ માટે વિવિધ તબીબી વિકલ્પોનો વિચાર કરી રહ્યા છે. (ભક્ત) ડૉકટરો અને મદદનીશો ગુરુ મહારાજના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક સહાયની શક્યતા શોધી રહ્યા છે જેથી ગુરુ મહારાજ તેમનું સ્વાસ્થ્ય પુનઃ પાછુ મેળવી શકે અને આવનારી સમસ્યાઓથી બચી શકે.
તેમ છતાં યોજના એ હતી કે આ આરોગ્ય તપાસ પછી, તેઓ ડિસેમ્બરની શરૂઆતમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકાની યાત્રામાં જઈ શકે, પરંતુ ડોક્ટરો દ્વારા એવું સૂચન કરવામાં આવ્યું હતું કે યાત્રા મુલતવી રાખવી તે વધુ સારું છે જ્યાં સુધી એવી કોઈ ખાતરી ના મળે કે યાત્રા દરમિયાન તાત્કાલિક અને મોટી કોઈ સમસ્યા નહિ થાય. જો ગુરુ મહારાજની સ્થિતિ માં સુધારો થાય છે અને તેઓ પોતાને વધુ સ્વસ્થ અનુભવે છે તો તેઓ ફરીથી તેમના પ્રિય શિષ્યો અને શુભેચ્છકોની મુસાફરી માટે ફરી યાત્રા કરી શકે છે.
કૃપા કરીને પ્રાર્થના કરો કે જો ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી પ્રભુપાદની ઈચ્છા હોય તો ગુરુ મહારાજનું સ્વાસ્થ્ય વધુ સારું થઈ જાય, જેથી તેઓ સામાન્ય રીતે ભગવાન ચૈતન્યના સંકીર્તન આંદોલન માટે તેમની સેવાઓ ચાલુ રાખી શકે છે.
ગુરુ મહારાજની આરોગ્ય ટીમ તરફથી,
મહાવરાહ દાસ
લેખન કાર્ય – ઈક્ષ્વાકુ દાસ