હરે કૃષ્ણ!
તાજેતરમાં હું મારા ફેસબુક પેજ www.facebook.com/ જયપતાકા સ્વામી પર જઈ રહ્યો હતો અને મને જાણવા મળ્યું છે કે ફેસબુક દ્વારા એક નવી સુવિધા આપવામાં આવી છે. ફીચર પેજ જે ટોચના પ્રશંસકોને બતાવે છે. પૃષ્ઠના સમર્થકો જે વર્ગને સાંભળવામાં સુસંગત છે અને પૃષ્ઠમાં, સહભાગીતા માટે સક્રિય છે, વગેરે. મને ખબર નથી કે શું માપદંડ છે. પરંતુ તેઓએ તે દસ લોકોના સ્ટેટ્સને સમ્માનિત કર્યું જેઓ પૃષ્ઠ સાથે સક્રિય છે. તો મારા ફેસબુક પેજ “જયપતાકા સ્વામી” માં ૪૨૭ ટોચના પ્રસંશક છે. કેટલાક ૩ મહિના, ૨ મહિના અને કેટલાક મહિના માટે ટોચના પ્રશંસક છે. હું જોઈ શકું છું કે બધા ટોચના પ્રશંસક કોણ છે, અને હું ખૂબ આભારી છું કે કેટલાક ભક્તો ફેસબુકમાં તેમના આધ્યાત્મિક ઉત્થાન માટે મારા પ્રકાશનનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે મને વિભિન્ન સ્વાસ્થ્ય સમસ્યા છે, કારણ કે તાજેતરમાં જ મારા યકૃત અને કિડનીના પ્રત્યારોપણ કરવાની એક મોટી સર્જરી થઈ છે. તેથી હું યાત્રા કરવા માટે સક્ષમ નથી જેવી મેં કરી હતી.
ક્યારેક ક્યારેક મારુ સ્વાસ્થ્ય કથળઇ જાય છે. તેથી હું બધા સમર્થકો સાથે સંપર્ક રાખવા માટે ઇન્ટરનેટ પર ખૂબ જ આધારિત છું. જ્યારે હું જીવંત કલાસ આપી રહ્યો હોઉં છું, તો તમે ટિપ્પણી કરી શકો છો અથવા પ્રશ્નો પૂછી શકો છો અથવા જો જરૂરી હોય તો મને મારા ઇમેઇલ પર લખી શકો છો. પરંતુ કોઈ પણ મામલામાં મને લાગે છે ૪૨૭ થી વધારે ટોચના પ્રશંસકો હોવા જોઈએ. મારા પૃષ્ઠ પછી મારી પાસે ૧૧૬૦૦૦ લોકો છે. માત્ર ૪૨૭ સમર્પિત ટોચના પ્રશંસકો છે. શું તમે તેમના માંથી એક છો? તો ટોચના દસ પ્રશંસકોને નીચે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે, મને નથી ખબર કે શું તમે બધા ટોચના પ્રશંસકોને સાર્વજનિક રીતે પ્રકટ કરવા માંગો છો કારણકે કેટલાક સાથે કેટલીક ગોપનીય સમસ્યાઓ હોઈ શકે છે. પરંતુ કોઈ આપત્તિના હોય તો હું કહી શકું છું કે ટોચના ૪૨૭ પ્રશંસક કોણ છે. મને ફેસબુકમાં એક નવી સુવિધા દેખાઈ રહી છે, તેથી હું જોવા ઇચ્છુ છું કે મારી પાસેથી સાંભળવામાં કોણ ખરેખર ગંભીર છે. ટોચના દસ નિમ્નઅનુસાર છે:
૧. હેલેન બ્રાઉન હરિધ્વનિ
૨. વિજયા રાધા દેવી દાસી
૩. આભા સકલ
૪. સર્વાણી દાસી
૫. કૈવલ્ય સુંદરી
૬. જયશ્રી રાવ
૭. શ્યામલાગોપીકા દેવી દાસી
૮. યમુનેશ્વરી દેવી દાસી
૯. કોન્સ્ટેન્જા એવિલા
૧૦. ઉમેશ મોહનાની
આ મહિનામાં ૬ નવા લોકોને ટોચના પ્રશંસકોની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. આ મારા દ્વારા નહીં પરંતુ ફેસબુક દ્વારા કરવામાં આવે છે.
મેં ટ્વિટર પર મારુ તાજેતરનું સ્વપ્ન શેર કર્યું છે. હું તેને ફેસબુક પર પોસ્ટ નથી કરી રહ્યો તેથી કૃપા કરીને નીચે આપવામાં આવેલી આ લિંક પર જઈને તેને વાંચી લો. (Www.twitter.com/Jayapatakaswami) ભવિષ્યમાં નાના સંદેશ પ્રાપ્ત કરવા માટે તમે મારા ટ્વિટર એકાઉન્ટનું અનુસરણ કરી શકો છો. જેમાંથી કેટલાક ફેસબુક પર દૃશ્યમાન ન હોઈ શકે અને અહીંયા સુધી કે જો તેઓ ટ્વિટર કરે છે તો પણ થોડો સમય પહેલા હશે.
આપનો સદૈવ શુભચિંતક
જયપતાકા સ્વામી