“ભગવાન નિત્યાનન્દની કૃપા દ્વારા આપણને રાધા અને કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. આપણે ભગવાન નિત્યાનન્દ અથવા દિક્ષા ગુરુના બે ચરણ પકડી લેવા જોઈએ, ગુરુ, પ્રભુપાદ, તેઓ ભગવાન નિત્યાનન્દની પરંપરામાં આવે છે. એવું કહેવાય છે કે ગુરુ ભગવાન નિત્યાનન્દને ખૂબ જ પ્રિય હોય છે. તેથી આપણે ગુરુનું, પ્રભુપાદનું શરણ લઈએ છીએ. આ રીતે આપણે ભગવાન નિત્યાનન્દના શરણથી ચૂકી જવું જોઈએ નહિં. આપણે ભગવાન નિત્યાનન્દનું શરણ લેવું જોઈએ અને આ રીતે આપણને રાધા અને કૃષ્ણ મળશે.”
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
નિત્યાનન્દ ત્રયોદશી
શ્રી માયાપુર ધામ, ૨૦૧૧