પ્રિય ગુરુ પરિવાર અને શ્રી શ્રીમદ્ જયપતાકા મહારાજના શુભચિંતક,
આ સંદેશ આપને શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ગુરુ મહારાજની વર્તમાન સ્વાસ્થ્ય સ્થિતિની સુચના આપવા માટે છે. છેલ્લા ૩ મહિનામાં, કોઈ પણ સ્વાસ્થ્ય સંકટ કે જે તેમની સુરક્ષાને મુશ્કેલીમાં નાખી શકે છે તેને રોકવા માટે ગુરુ મહારાજ હોસ્પિટલ વ્યવસ્થાપનમાં મદદ આપી રહ્યા છે. જેમ કે હોઈ શકે છે તમને કેટલાક ટ્વિટ સંદેશ દ્વારા સૂચિત કરવામાં આવ્યા હોય જેને તેમણે વ્યક્તિગત રીતે મોકલ્યા હતા, તેઓ યકૃત પ્રત્યારોપણના વિકલ્પ પર વિચારણા કરી રહ્યા છે અને નિષ્ણાતો તેમની યોગ્યતાના મૂલ્યાંકન માટે જરૂરી પરીક્ષણ કરી રહ્યા છે. સાથે જ ભક્ત- ડોક્ટર અને આરોગ્ય ટીમ ગુરુ મહારાજ ના પુનઃસ્વાસ્થ્ય માટે વિવિધ વિકલ્પો પર સંશોધન કરી રહ્યા છે. જોકે, તેમની સ્થિતિ – નાજુક છે – તેમ છતાં સ્થિર છે અને તેઓ માયાપુરમાં ગૌર પૂર્ણિમા તહેવારમાં ભાગ લેવા માટે આતુર છે. તેઓ શ્રીધામ માયાપુરમાં વધુમાં વધુ એક અઠવાડિયા માટે રહેશે એવી સંભાવના છે.
તેમની સ્વાસ્થ્ય સ્થિતિ હોવા છતાં, તેમણે હોસ્પિટલમાં રહેવા દરમિયાન આ વર્ષની જી.બી.સી.ની મીટિંગ માં ઓનલાઇન ભાગ લીધો હતો. ગુરુ મહારાજ પણ દરેક સ્થળ પર પાંચ નવદ્વીપ પરિક્રમા મંડળીને દરરોજ ઑનલાઇન પ્રવચન આપી રહ્યા છે. હાલમાં, ગુરુ મહારાજ ચેન્નઇમાં (હોસ્પિટલની બહાર) છે અને કૃષ્ણની ઈચ્છાથી માયાપુર પાછા આવવાની તેમની યાત્રા થોડા દિવસોમાં શરૂ કરવાના છે. તેમ છતાં, ગુરુ મહારાજ માટે દરેક રીતે સંક્રમણને રોકવા માટે ડોકટરોએ તેમની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમને નજીકના બાંધકામ સ્થળની આસપાસના સ્થળો, ધૂળ અને પ્રદૂષિત વાતાવરણથી કડક રીતે દૂર રહેવાની ભલામણ કરવામાં આવી છે. ભક્તોને જાણ અને અનુરોધ કરવામાં આવે છે કે જ્યારે તેઓ માયાપુર (અથવા અન્ય કોઈ સ્થળે) નો પ્રવાસ કરે ત્યારે તબીબી સ્ટાફ દ્વારા આપવામાં આવેલા પ્રતિબંધોનું પાલન કરીને ગુરુ મહારાજની વધુ સારી સંભાળ લેવા માટે મદદ કરે. તેમનો વ્યાસ પૂજા ઉત્સવ ક્યાં થશે (માયાપુરમાં અથવા દક્ષિણ ભારતમાં), તેનો નિર્ણય ગુરુ મહારાજ સાથે પરામર્શ દ્વારા હજુ સુધી નક્કી કરવાનું બાકી છે.
આખરે, તેઓએ તેમનું સ્વાથ્ય વધારે ખરાબ ન થાય તેમાં મદદ કરવા માટે તેમના શિષ્યોને નિર્ધારિત ઓછામાં ઓછી ૧૬ માળા જપ અને ૪ નિયમનકારી સિદ્ધાંતોને સખતાઈથી અનુસરવા માટે દ્રઢ રહેવાની તેમની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે તુલસી દેવીની ૮ વાર (તેમાંથી ૪ તેમના લાભ અને સલામતી માટે સમર્પિત) પરિક્રમા કરવા માટે વિનંતી કરી છે.
ગુરુ મહારાજના સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે અમે આપણા ગુરુપરિવાર અને શુભચિંતકોને કૃષ્ણ પ્રતિ તેમની પ્રાર્થના, જપ અને ભક્તિમય સેવા શરૂ કરવા, વધારવા માટે વિનમ્રતાપૂર્વક કહી રહ્યા છીએ.
આપનો સેવક,
મહાવરાહ દાસ
(આરોગ્ય ટીમ અને જેપીએસ સેવા સમિતિ વતી)
ઈક્ષ્વાકુ દાસ