દરરોજ સવારે પ્રભુપાદ ચારે બાજુ ચાલતા અને માયાપુર પરિસર જોતા હતા. અને જો કોઈ કચરો અથવા કર્કટ હોય, તો તેઓ તેને નિર્દેશિત કરતા. તો તેઓ ઈચ્છતા હતા કે અમે જગ્યાને સ્વચ્છ અને સારું રાખીયે. તેઓ સામાન્ય રીતે પ્રાતઃકાલીન ભ્રમણ માટે જતા હતા.
જો કોઈ મૂલાકાત હોય, તો તેઓ તેને પસંદ કરતા. જો કંઈક ગંદુ હોય, તો તેઓ જોતા હતા અને તેઓ તેને નિર્દેશિત કરતા. એક વાત કે તેઓ ઇચ્છતા હતા કે આશ્રમ સ્વચ્છ હોય. એક ગૌડિય વૈષ્ણવ હતા. હું નથી જાણતો કે તેઓ તેમના ગુરુ ભાઈ હતા કે નહીં. પરંતુ તેઓ લાંબી ઈમારતમાં રહેતા હતા. તો ત્યારબાદ પ્રભુપાદ આવ્યા અને તેમણે તેમની લાકડીથી દરવાજો ખોલી દીધો અને ૬:૩૦ અથવા ૭:૦૦ વાગી ગયા હશે. તેઓ તેમની આંખો મસળી રહ્યા હતા અને તે સ્પષ્ટ હતું કે તેઓ અત્યારે ઊંઘી રહ્યા હતા. શ્રીલ પ્રભુપાદે તેમને તે સ્થિતિમાં જોયા અને તેઓ ભક્તો તરફ વળ્યા અને કહ્યું કે તેઓ અહિંયા નહીં રહી શકે. માયાપુરમાં રોકાયેલા બધા લોકોએ જલ્દી ઉઠવું જોઈતું હતું.
પછી એક ભક્ત હતા. તેઓ શ્રીલ પ્રભુપાદના શિષ્ય હતા, તેમના કેટલાક અંતઃસ્ત્રાવી રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. તો તેમણે પ્રભુપાદને પૂછ્યું કે તેઓ તેમનું શરીર છોડવા જઈ રહ્યા છે, તેઓ બાબાજી બની શકે છે. પ્રભુપાદ સહમત થઈ ગયા અને મંદિરની પાછળ, ખેતરમાં રહેવા માટે તેમને એક ઘાસની ઝૂંપડી આપવામાં આવી, અને ત્યાં તેમને તેમનું ભજન કર્યું. ત્યાં મચ્છર હતા, માખીઓ હતી અને થોડાક સમય પછી ત્યાં ના રહી શક્યા.
તો તેમને પદ્મ ભવનમાં રહેવાની અનુમતિ મળી ગઈ, અને પદ્મ ભવનમાં રહીને ત્યાં તેમણે તેમનું ભજન કર્યું. પરંતુ તેમ છતાં તે ખૂબજ મુશ્કેલ નહોતું, તેમને મુશ્કેલ લાગ્યું. પછી થોડાક સમય બાદ, તેમને તેમના બાબાજીને છોડી દીધા અને પાછા પશ્ચિમ ચાલ્યા ગયા, જ્યાં તેમણે કેટલાક વૈકલ્પિક ઉપચાર લીધા અને સ્વયં સારા થઈ ગયા. તો તેમણે કેટલીક સાધના કરી અને અમે સાંભળ્યું છે કે તેઓ પશ્ચિમમાં રહી રહ્યા છે અને તેઓ તેમનો ઉપચાર કરી રહ્યા છે અને તેઓ એક બાબાજીના રૂપમાં ના રહ્યા. પ્રભુપાદ બીજા કોઈને બાબાજી આપે છે આ મેં નથી સાંભળ્યું. તો આશ્રમને ઉચ્ચતમ ધોરણમાં જાળવી રાખવા માટે શ્રીલ પ્રભુપાદ ખૂબ કડક હતા. પ્રભુપાદ સાંજે આરામ કરતા અને તેના પછી તેઓ તેમના પુસ્તકો લખતા હતા પરંતુ ક્યારેક તેઓ પવિત્ર નામ જપતા હતા અને કૂતરાઓ ભસતા હતા. આ તેમને પરેશાન કરતું હતું, તો તેઓ કેટલાક કૂતરાઓને બહાર મોકલી દેતા. કૂતરાઓને બંદ કરવા માટે જવાબી અવાજ કરતા, પોતે નહીં, પરંતુ કેટલાક બ્રહ્મચારી. તો તેઓ અનુવાદ કરી રહ્યા હતા અને તેમણે કહ્યું કે તેમને ભસવાથી પરેશાની થતી ન હતી પરંતુ નસકોરાથી થતી હતી. કેટલાક ભક્તોને ભસતા કૂતરાઓને દૂર રાખવા માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. તેઓ ભસતા અને અવાજ કરતા આવતા હતા. આ એક નિયમિત ઘટના હતી.
જો કોઈ જપ કરવાના સમયે અથવા વર્ગના સમયે ઊંઘી જાય, તો તેઓ કેટલાક ભક્તોને તેમને જપ કરવા માટે મોકલતા હતા. એક વખત જ્યારે હું જપ કરી રહ્યો હતો અને હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે બોલી રહ્યો હતો અને હરે કૃષ્ણ મંત્ર વચ્ચે, હું ભક્તોને જપ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો હતો. બોલો હરે કૃષ્ણ! હરે રામ હરે રામ રામ રામ હરે હરે બોલો હરે રામ હરે રામ રામ રામ હરે હરે!” પ્રભુપાદે મને નજીક આવવા માટે ઈશારો કર્યો અને કહ્યું, “કોઈ પણ વધારાનો શબ્દ ના જોડો.” ક્યારેક ક્યારેક માયાપુરમાં જો અમે અડધો મંત્ર બોલતા તો લોકો તેની નકલ કરવાનું શરૂ કરતાં. તો તેઓ પૂર્ણ મંત્ર ઇચ્છતા હતા. આ બધી નાની વાત લાગી શકે છે, પરંતુ શ્રીલ પ્રભુપાદ માટે આ મહત્વપૂર્ણ હતી. હરે કૃષ્ણ બોલો એનો અર્થ છે, હરે કૃષ્ણનો જપ કરો, પરંતુ તેઓ કોઈ પણ વધારાનું નામ નહોતા ઇચ્છતા. તેઓ એ સુનિશ્ચિત કરતા હતા કે મંત્રને શુદ્ધ અને ભેળસેળરહિત રાખવામાં આવે. તો પ્રભુપાદ સાથેનો દરેક દિવસ ખાસ હતો. પ્રભુપાદ આ વાતથી અવગત હતા કે મંત્રનો કેવી રીતે જપ કરવો જોઈએ. શ્રીલ પ્રભુપાદના આશ્રમની પાછળ, તેઓ હરે કૃષ્ણ હરે રામ શ્રી રાધા ગોવિંદનો જપ કરતા હતા. તો આ ચોવીસ કલાક ચાલતું, “હરે કૃષ્ણ હરે રામ નિતાઈ ગૌર રાધે શ્યામ.” એટલા માટે પ્રભુપાદે કહ્યું હતું કે એક દિવસ આપણે હરે કૃષ્ણ, નિતાઈ ગૌર, કૃષ્ણ બલરામ, રાધે શ્યામનો ઉચ્ચારણ કરી શકીએ છીએ. તો તે એ મંત્ર હતો. પરંતુ પ્રભુપાદ એક મજાક કહેતા હતા.
જ્યારે કોઈ આનો જપ કરતા હતા, તેઓ કહેતા “નહીં!” તો કિર્તનમાં “નિતાઈ ગૌર કૃષ્ણ બલરામ બોલો રાધે શ્યામ”, તેઓ બદલવા નહોતા ઇચ્છતા. તો પ્રભુપાદની સાથે હોવું એક વિશેષ અનુભવ હતો. તેઓ કંઈ પણ કહી શકે છે પરંતુ આધાર રેખા એ હતી કે તેઓ આને બદલવા નહોતા ઇચ્છતા. એક વાર તેમણે મને કહ્યું, “તેઓ મંત્રોને ટુકડામાં કેમ કાપે છે? તેમણે પંચતત્વ મંત્ર અને હરે કૃષ્ણ મંત્રનો જપ કરવો જોઈએ.” તો કેટલાક ફેરફાર હતા, નિતાઈ ગૌર રાધે શ્યામ હરે કૃષ્ણ હરે રામ. દરેક વ્યક્તિ તેમનો મંત્ર ઇચ્છે છે, પરંતુ પ્રભુપાદ વેદોમાં આપેલ મંત્ર ઇચ્છતા હતા. તો માયાપુરમાં અમે વેદોમાંથી પ્રમાણિત મંત્રનો જપ કરીશું અને આ શ્રીલ પ્રભુપાદનો મુદ્દો હતો. તેથી જો અન્ય મંત્રો પણ અધિકૃત હોઈ શકે છે, પરંતુ પ્રભુપાદ વેદોમાં આપેલ મહામંત્રને રાખવા ઇચ્છતા હતા. તો આ સિદ્ધાંત હતો.
કોઈ પ્રશ્ન?
ભક્ત: તાજેતરમાં મને કહેવામાં આવ્યું હતું કે મહામંત્રમાં મારે કૃષ્ણને કૃષ્ણા ના જપ કરવો જોઈએ, અને રામ ને રામા નહીં. ગુરુદેવ, કૃપયા સ્પષ્ટ કરો.
ગુરુ મહારાજ: પવિત્ર નામનો જપ કરવામાં કોઈ કડક અને પાક્કા નિયમ નથી. કેટલાક લોકો બંગાળીમાં ઉચ્ચારણ સાથે જપ કરે છે, કેટલાક લોકો હિન્દી ઉચ્ચારણ સાથે મંત્ર જપ કરે છે પરંતુ આ બહુ મહત્વપૂર્ણ નથી. પ્રભુપાદ બંગાળી ઉચ્ચારણ સાથે જપ કરતા હતા.
હરે કૃષ્ણ.
https://m.facebook.com/Jayapatakaswami/
જેપીએસ મીડિયા
NPNDD દ્વારા લિપ્યન્તરિત