પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો
કૃપા કરી મારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો. શ્રીલ પ્રભુપાદની જય.
આજે બપોરે લગભગ ૩ વાગે, ગુરુ મહારાજ ફરિયાદ કરી રહ્યા હતા કે તેમને ઠંડી લાગી રહી છે અને એક કલાકની અંદર તેમને ઉચ્ચ તાવ શરૂ થઈ ગયો. ડૉ. આચાર્યરત્ન દાસે ગુરુ મહારાજને ઘરે સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમની સ્થિતિ સુધરી ન હતી. તેથી લગભગ સાંજે ૭ વાગે અમે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અત્યારે ગુરુ મહારાજ આઈસીયુમાં છે.
ગુરુ મહારાજનો ઉપચાર કરી રહ્યા છે, તે ડૉક્ટરના જણાવ્યા મુજબ એની અત્યંત સંભાવના છે કે તેમને ચેપ લાગ્યો છે. તપાસ ચાલી રહી છે.
અમે આપને બધાને અદ્યતન રાખીશું. ગુરુ મહારાજના સ્વાસ્થ્ય સુધારણા અને એકંદર કલ્યાણ માટે કૃપા કરીને આપની પ્રાર્થનાઓને વધુ તીવ્ર કરશો.
ગુરુ મહારાજની સ્વાસ્થ્ય ટીમ અને જેપીએસ સેવા સમિતિ વતી,
મહા વરાહ દાસ