પ્રિય આધ્યાત્મિક પરિવાર, શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો,

કૃપા કરી અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો. શ્રી ગુરુ અને ગૌરાંગની જય! શ્રીલ પ્રભુપાદની જય!

સૌથી શુભ પુરુષોત્તમ માસ ૧૫મી મે થી શરૂ થઈ રહ્યો છે, જે ત્રણ વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે.

શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક પુરુષોત્તમ વ્રત એક હજાર કાર્તિક વ્રત બરાબર છે.

દુર્વાસા મુનિ: બીજા બધા મહિનાઓની મહિમા પુરુષોત્તમ માસની મહિમાની મહિમાના ૧/૧૬ બરાબર પણ નથી.

વાલ્મિકી મુનિ: પુરુષોત્તમ વ્રતનું પાલન કરવાથી ૧૦૦ અશ્વમેઘ યજ્ઞ કરતાં પણ વધારે લાભ મળે છે.

નારદ મુનિ: પુરુષોત્તમ માસ બધા મહિના, વ્રત અને તપસ્યા કરતા શ્રેષ્ઠ છે. જે પુરુષોત્તમ વ્રતનું યોગ્ય રીતે પાલન કરે છે તે અમર્યાદિત સુકૃતિ પ્રાપ્ત કરશે અને આધ્યાત્મિક જગતમાં જશે.

પુરુષોત્તમ મહિનામાં તમે અન્ય કોઇ મહિના કરતાં ૧૦ હજાર ગણો વધારે આધ્યાત્મિક લાભ મેળવો છો. તેથી કૃષ્ણ કહે છે કે જેઓ આ પુરુષોત્તમ માસમાં આઘ્યાત્મિક અભ્યાસ કરે છે, તેમનું ભૌતિક જીવન ખૂબ શાંત અને ખુશ હોય છે અને જીવનના અંતે તેઓ આધ્યાત્મિક જગતમાં જાય છે, તેઓ ભગવાન કૃષ્ણના લોકમાં જાય છે.

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી

આ સાથે આપણે એ પણ જાણીએ છીએ કે ગુરુ મહારાજ માટેના મોટા ભાગના પ્રતિષ્ઠિત ડોકટરોની અંતિમ ભલામણ એ યકૃત અને મૂત્રપિંડના પ્રત્યારોપણ માટેની છે. તે ૮ કલાક સુધીનું ઓપરેશન છે અને આ સર્જરીની સફળતામાં આપણી પ્રાર્થનાઓ ખૂબ મદદરૂપ થશે.

તો ચાલો આપણે પુરુષોત્તમ અધિક માસની આ વિશેષ તક ને આપણી પ્રાર્થનાઓ, યજ્ઞોને તીવ્ર કરવા માટે લઈએ અને તેને ગુરુ મહારાજની આગામી સારવાર અને આરોગ્યની ઝડપી પુનઃપ્રાપ્તિની સફળ સમાપ્તિ માટે અર્પણ કરીએ.

આ વર્ષે પુરૂષોત્તમ માસ ૨૦૧૮ ના સંદેશામાં ગુરુ મહારાજે આપણને રાધા માધવની પૂજા કરીને, જપ કરીને, હરિ કીર્તન, દીપ અર્પણ, શ્રીમદ્દ ભાગવતમનું શ્રવણ કરીને અને ભગવાન ચૈતન્ય અને શ્રીલ પ્રભપાદને વધુ અને વધુ સેવાઓ અર્પણ કરીને આપણી ચેતના વધારવા આ વિશેષ મહિનાનો લાભ લેવા માટે પણ કહ્યું છે.

વિશ્વભરમાં આ વિશાળ પ્રાર્થના મેરેથોનની સહાય માટે, જેપીએસ સેવા સમિતિ વતી આ સેવાના સંકલનમાં મદદ કરવા માટે કોર સહાયક ટીમની રચના કરવામાં આવી છે.

અમે દરેકને દિવ્ય કારણ માટે આ અદભુત મેરેથોનના સરળ સંચાર અને સંકલનને સુવિધાજનક બનાવવા માટે સમર્પિત શિષ્યો અને શુભચિંતકોની એક મજબૂત ટીમના રૂપમાં કામ કરવા માટે આમંત્રિત કરીએ છીએ.

બધા સ્વયંસેવકો, કૃપા કરીને તમારું નામ, શહેર, ફોન નંબર અને તમે કેવી રીતે મદદ કરવા માંગો છો તે jpsgmcare@gmail.com પર મોકલો.

ભક્તો અને સ્થાનિક સંભાળ સંયોજકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમનો અહેવાલ http://jayapatakaswami.world/ પર મોકલે જેથી અમે ગુરુ મહારાજના તમામ અહેવાલો વાંચી શકીએ.

ચાલો આપણે વિશ્વવ્યાપી વિશાળ સંકીર્તન યજ્ઞ પ્રાર્થના મેરેથોનને નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાપૂર્વક શરૂ કરીએ જેથી આપણા પ્રિય ગુરુ મહારાજ સંપૂર્ણ રીતે સારા થઈ જાય અને આપણા બધા સાથે લાંબા સમય સુધી રહે અને શ્રીલ પ્રભુપાદને તેમની વિનમ્ર સેવાઓ ચાલુ રાખે!

અમે આ સેવાઓમાં દરેક અને દરેકની ભાગીદારીની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરીએ છીએ. આપને બધાને બહુજ પ્રસન્ન ગુરુ મહારાજ અને કૃષ્ણ ચેતના પુરુષોત્તમ અધિક માસની શુભકામનાઓ!
ગૌરાંગ!!!

અમે દરેકે દરેકની આ સેવાઓમાં ભાગીદારીની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરીએ છીએ. આપ સૌને ખૂબ આનંદમય ગુરુ મહારાજ અને કૃષ્ણ ભાવનામય પુરષોત્તમ અધિક માસની શુભકામના!

ગુરુ મહારાજની સેવામાં આપની
જેપીએસ સેવા સમિતિ