દરેક પ્રચારક કૃષ્ણની શિક્ષા આપી રહ્યો છે. તેથી, તે સમયે જ્યારે તે શિક્ષણ આપી રહ્યો હોય ત્યારે, તેણે સાવચેત રહેવું જોઈએ કે તે કૃષ્ણના સંદેશનું યથાર્થ રીતે પુનરાવર્તન કરી રહ્યો છે, અન્યથા જો તે ખોટો સંદેશો આપે છે, ગેરમાર્ગે દોરે છે, તો તે જવાબદાર છે. તેથી, પ્રચારકે ખૂબ કાળજીપૂર્વક સાંભળવું જોઈએ, શ્રવણ અને કીર્તન. પ્રચાર કરવા માટે તમારે સાંભળવું પડશે. તેથી, શ્રીલ પ્રભુપાદે સંકીર્તન કરવાનું કહ્યું છે, મારા પ્રચારકે વાંચવું જોઇએ, તેણે વર્ગમાં હાજર રહેવું જોઈએ અને તેણે કાળજીપૂર્વક સાંભળવું જોઈએ.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૫મી નવેમ્બર ૧૯૮૦
બેંગ્લોર, ભારત