શુક્રવાર, ઓગસ્ટ ૧૭, ૨૦૧૮
(૦૮:૦૦ ભારતીય માનક સમય)
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો,
કૃપા કરીને અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો.
શ્રીલ પ્રભુપાદની જય!
આજે સવારે ડોકટરો ગુરુ મહારાજાને શ્વાસ લેવામાં સહાયક મશીનનથી છોડાવવાનો પ્રયત્ન કરશે. તે મહત્વનું છે કે ગુરુ મહારાજા પોતાના જાતે સારી રીતે શ્વાસ લઈ શકે, અન્યથા ડોકટરોએ તેમના પર ટ્રેકોસ્ટોમી કરવાની જરૂર પડશે, જેનાથી ગુરુ મહારાજે ભૂતકાળમાં ટાળવાનો પ્રયત્ન કર્યો છે.
અમે ગુરુ મહારાજ માટે તીવ્ર પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ કે જેથી તેઓ સારી રીતે શ્વાસ લેવાભાં સક્ષમ બને અને ગુરુ મહારાજ દ્વારા ઈચ્છિત ટ્રેક્સ્ટોમીની કાર્યવાહી ટાળી શકાય.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
મહા વરાહ દાસ