ગુરુવાર, ૬ સપ્ટેમ્બર, ૨૦૧૮
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૩૫
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
ગુરુ મહારાજ આજે ખૂબ જ સતર્ક છે અને સંભાળ રાખનારાઓ સાથે પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમને આજે સાંજે કેટલાક સમય માટે ખાનગી ડિલક્ષ રૂમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, એ જોવા માટે કે તેમના પરિમાણો સ્થિર છે કે નહીં; જો આમ હશે તો તેઓ દિવસ દરમિયાન ધીમે ધીમે સમયમાં વધારો કરશે અને છેલ્લે તેમને આઈસીયુમાંથી બહાર સ્થળાંતરિત કરશે.
આજે તેઓ તેમની વ્હીલ ચેર ઉપર લગભગ દોઢ કલાક માટે બેઠા હતા.
તેમની કિડનીના કાર્યમાં સુધારો થઈ રહ્યો છે અને ડોકટરોને આશા છે કે ૨ થી ૩ અઠવાડિયામાં કિડની સંપૂર્ણપણે કાર્યરત થઈ જવી જોઈએ.
તેમની શ્વાસનક્રિયા હજુ પણ અપેક્ષા પ્રમાણે થઈ રહી નથી અને ડોક્ટરો સવારે અને સાંજે બંને સમય વેન્ટિલેટરની સહાય આપી રહ્યા છે.
આ મુશ્કેલ સમયમાં ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ સંપૂર્ણપણે આપણી તીવ્ર પ્રાર્થના ઉપર આધારિત છે. કૃપા કરીને પ્રાર્થના અને પ્રચાર અને પુસ્તક વિતરણ ચાલુ રાખો, કે જે ગુરુ મહારાજને આનંદ આપશે.
કૃપા કરીને ચિત્રો અને ઑડિયો અને વીડિયો સાથે તમાગરી બધી પ્રવૃત્તિઓના અહેવાલ www.jayapatakaswami.com ઉપર મોકલો.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ