બુધવાર, ૩ ઓક્ટોબર, ૨૦૧૮
યકૃત અને કિડનીના પ્રત્યારોપણ પછી ૪૯ મા દિવસની સમાપ્તિ
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૬૨ (સંક્ષિપ્ત)
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
ગુરુ મહારાજ સવારમાં સાવચેત હતા. તેમણે કહ્યું કે તેઓ વધુ સારું અનુભવી રહ્યા હતા. એવું લાગતું હતું કે તેમની ભૂખ વધી ગઈ છે કારણ કે તેઓ ભૂખ્યા અનુબવી રહ્યા હતા અને તેમણે સારી રીતે ખાધું. આજે ગુરુ મહારાજ તપાસ માટે ડૉ. રીલાના નવા આરઆઇએમએસ હોસ્પિટલમાં તેમના પ્રથમ “બહારના દર્દી” ની મુલાકાત માટે ગયા હતા.
કૃષ્ણની કૃપાથી, ગુરુ મહારાજના પરિમાણો સામાન્ય રીતે સ્થિર છે, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ તેમને થોડા સમય માટે રોકી લીધા હતા કારણ કે પોટેશિયમનું સ્તર થોડું ઊંચું હતું. બધા પરીક્ષણોમાંથી પસાર થયા પછી ગુરુ મહારાજને પાછળથી સાંજે ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી.
જેમકે અમે વારંવાર ઉલ્લેખ કર્યો છે, આ ખરેખર મુશ્કેલ સમય છે અને આપણને હંમેશાની જેમ તીવ્ર પ્રાર્થનાઓની જરૂર છે. જોકે ઘરે જવું એ મોટી સફળતા છે પરંતુ હજુ પણ એક એ એક આઈસીયુ માળખું છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે ગુરુ મહારાજ પર્યાપ્ત રીતે સ્થિર બને કે જેથી આપણને આ આઈસીયુ માળખાની લાંબા સમય સુધી જરૂર ન પડે. તેથી કૃપા કરીને ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે સત્સંગ કરવાનું અને તીવ્ર પ્રાર્થના કરવાનું ચાલુ રાખો. ગુરુ મહારાજની પ્રસન્નતા માટે, કૃપા કરીને આ કાર્યક્રમોની વિગતો www.jayapatakaswami.com પર પ્રકાશિત કરો.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ