બુધવાર, ૧૦ ઓક્ટોબર, ૨૦૧૮
યકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૫૬ મા દિવસની સમાપ્તિ
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૬૬
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
કૃષ્ણની કૃપાથી, ગુરુ મહારાજ છેલ્લા બે દિવસ સ્થિર રહ્યા છે. તેમના પરિમાણો હજુ પણ ઉપર અને નીચે છે અને તે ઇચ્છનીય સ્તરે રહેવા માટે થોડો વધુ સમય લેશે તેવી અપેક્ષા છે. તેમના આહાર અને ઔષધિઓની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે અને તેમના તબીબોને જાણ કરવામાં આવી રહી છે, અને જરૂરિયાતો પ્રમાણે તેમને સમાયોજિત કરવામાં આવી રહ્યા છે. ગુરુ મહારાજને કેટલીક વિવિધતા આપવા માટે તેમના ભોજનમાં ધીમે ધીમે નવી વાનગીઓ ઉમેરવામાં આવી રહી છે.
ગુરુ મહારાજ સવારના ભોજન અને ફિઝિયોથેરપીના એક કલાક પહેલા ફિઝિયોથેરાપીસ્ટ સાથે સ્પાયરોમીટર પર તેમની કસરતો ચાલુ રાખી રહ્યા છે. તેમનું પરીક્ષણ સ્થગિત થયું હતું અને તેઓ આવતી કાલે હોસ્પિટલ જશે એવી શક્યતા છે.
માત્ર સ્મૃતિપત્ર કે ગુરુ મહારાજનું અંતિમ ડાયાલિસિસ ૨૫ સપ્ટેમ્બરે થયું હતું અને આજે ડિસેન્યુલેશન પછીનો તેરમો દિવસ છે. ગુરુ મહારાજની પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિમાં આ મહત્વપૂર્ણ લક્ષ્યાંક છે પરંતુ આપણે હળવા બનવાનું નથી, ચાલો આપણે વધુ તીવ્ર અને પ્રામાણિક પ્રાર્થનાઓ અને સફળ દામોદર માસ સાથે આપણે આ પ્રગતિશીલ પ્રવૃત્તિને ચાલુ રાખવા અને દિન પ્રતિદિન સારા થવામાં ઝડપ લાવવામાં મદદ કરી શકીએ છીએ.
કેટલાક રોમાંચક સમાચારમાં સહભાગી કરીએ છીએ ગુરુ મહારાજ તેમના ભાષણ પર કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને, તેઓ ટૂંક સમયમાં વર્ગ આપવા માટે તેમના અવાજનું પરીક્ષણ કરી રહ્યા હતા. તેમણે ૧૧ મિનિટ સુધી બોલ્યા. શસ્ત્રક્રિયા પછી પ્રથમ દર્શન અને વર્ગ વિશે વધુ માહિતી માટે આ જગ્યા જુઓ.
સ્કંદ પુરાણમાં, નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે:
૧. “જેમ બધા યુગમાં સત્ય યુગ શ્રેષ્ઠ છે, બધા શાસ્ત્રોમાં વેદ શ્રેષ્ઠ છે, બધી નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે, તેમ બધા મહિનાઓમાં કાર્તિક શ્રેષ્ઠ છે, તેમ કાર્તિક માસ ભગવાન શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે.”
૨. “જ્યારે કોઈ કાર્તિક મહિના દરમિયાન ઘીનો દીવો અર્પણ કરે છે ત્યારે તેના હજારો અને લાખો જન્મના પાપો આંખના અડધા પલકારાના અડધા સમયમાં નષ્ટ થઈ જાય છે.”
ઘણા ભક્તો અદભૂત વસ્તુઓ કરી રહ્યા છે અને આપણને પ્રેરણા આપી રહ્યા છે. શ્રીધર ગૌર ભક્ત પ્રભુએ ૩ અન્ય ભક્તોને સંલગ્ન કરીને દામોદર મહિના દરમિયાન ઉપયોગ કરવા માટે ૧૦,૦૦૦ દિવેટ બનાવી છે.
તેથી, ચાલો આપણે આ સૌથી વધુ કૃપાળુ મહિનામાં ભગવાન દામોદરની ખુશી માટે આપણા ગુરુ મહારાજની ઝડપી પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે પણ આપણી તપસ્યામાં વધારો કરીએ અને www.jayapatakaswami.com પર આપણા વધારાના જપ, નૃસિંહ કવચ, તુલસી પ્રણામ, દામોદર આરતી, આરતીની દિવેટ બનાવવી વગેરે પ્રકાશિત કરીએ.
કૃપા કરીને નોંધ લેશો કે આગામી અદ્યતન ૧૨.૧૦.૨૦૧૮ ના રોજ હશે.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ