ગુરુવાર, ૧૮ ઓક્ટોબર, ૨૦૧૮
યકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૬૪ મા દિવસની સમાપ્તિ
૨૨:૦૦ કલાકે (ભારતીય માનક સમય)
અદ્યતન #૭૦ (સંક્ષિપ્ત)
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો,
તમને બધાને દશેરાની હાર્દિક શુભેચ્છાઓ.
કૃષ્ણની કૃપાથી, ગુરુ મહારાજ ખૂબ જ સતર્ક છે. તેઓ રાત્રે સારી રીતે આરામ પણ કરી રહ્યા છે. તેઓ ટ્રેકોસ્ટોમીના ૨૦ દિવસ પછી તેમના શ્વાસ સાથે વધુ સારું કરી રહ્યા છે. તેમના પેટના શસ્ત્રક્રિયાના જખમો લગભગ સારા થઈ ગયા હોય એવું દેખાય છે. તેમનું હિમોગ્લોબિન પણ સારું થઈ રહ્યું છે. તેમની કિડની પણ ધીરે ધીરે કામ કરતી થરહી છે. તેઓ ૧૩ ઓક્ટોબર, ૨૦૧૮ થી ફેસબુક પર જીવંત વર્ગો આપી રહ્યા છે.
આપણે બધાએ ભગવાન કૃષ્ણ અને શ્રીલ પ્રભુપાદનો આભાર માનવો જોઈએ કે જેમણે આપણી પ્રાર્થનાઓ સાંભળી અને ગુરુ મહારાજને ખૂબ જ અનિશ્ચિત સ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરી છે કે જેથી આપણે બધા તેમનો અમૂલ્ય સંગ મેળવી શકીએ. ચાલો આપણે આ પ્રાર્થનાઓને આભાર માનવામાં અને ગુરુ મહારાજને તેમની પ્રગતિ ચાલુ રાખવા અને વધુ સ્વસ્થ થવામાં મદદ કરવા માટે ચાલુ રાખીએ. આ તેમને જલ્દી શ્રીલ પ્રભુપાદ પ્રતિના તેમના વચનો અને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવામાં તેમને સક્ષમ બનાવશે.
જેમ કે અમે હવે થોડા અદ્યતનોમાં ઉલ્લેખ કરી રહ્યા છીએ, કાર્તિક માસ ઝડપથી નજીક આવી રહ્યો છે અને લગભગ તૈયારીમાં જ છે. ભગવાન દામોદરની પ્રસન્નતા માટે ૧૦ લાખ આરતીનું સ્વપ્ન સાચું કરવા માટે અમે તમારી નિષ્ઠાપૂર્વકની સહભાગિતા માટે વિનંતી કરીએ છીએ. કારણકે કોઈ પણ તપસ્યાનો લાભ ૧૦૦ ગણો છે, તેથી અમે તમને શક્ય તેટલી વધુ તપસ્યા કરવા અને કાર્યક્રમોની વિગતો ચિત્રો, ઑડિયો અને વિડિયો સાથે www.jayapatakaswami.com પર પ્રકાશિત કરવા માટે વિનંતી કરીએ છીએ કારણકે આ ગુરુ મહારાજને ખૂબ પ્રસન્ન કરશે અને તેમની ઝડપી પુનઃસ્વાસ્થય પ્રાપ્તિમાં તેમને મદદ કરશે.
કૃપા કરીને નોંધ લેશો કે આગામી અદ્યતન ૨૦.૧૦.૨૦૧૮ ના રોજ હશે.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
આપનો સેવક,
મહાવરાહ દાસ