“જો કોઈ કૃષ્ણ સાથે કોઈ પણ સંપર્કનો અસ્વીકાર કરે છે, તો તે વ્યક્તિ સૌથી દુર્ભાગ્યશાળી છે કારણ કે તે વ્યક્તિનું ભવિષ્ય અનિશ્ચિત છે અથવા વધુ સાચું કહીએ તો તેના માટે એ નિશ્ચિત છે કે તે નક્કી લાખો જન્મો, અમર્યાદિત જન્મો માટે આ ભૌતિક જગતમાં રહેવાનો છે. આ તક વારંવાર આવતી નથી, બ્રહ્માના એક દિવસમાં એક વાર, આપણી ગણના અનુસાર અબજો વર્ષોમાં એક વાર. તેથી, બધાએ આ તકનો લાભ લેવો જોઈએ કારણ કે માત્ર નિતાઈ ગૌર, પંચતત્વના નામના જપ દ્વારા, હરે કૃષ્ણના જપ કરવાના તેમના નિર્દેશોના પાલન દ્વારા, મનુષ્યને શુદ્ધ કૃષ્ણ પ્રેમના ઉચ્ચતમ અનુભૂતિની ખૂબ ઝડપી ખાતરી આપવામાં આવે છે. ”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૧૭ જૂન ૧૯૮૧
લોસ એન્જેલિસ, કેલિફોર્નિયા