“આજે આ દુનિયામાં આપણે જોઈ શકીએ કે કેટલાક રાક્ષસ છે અને મોટા ભાગના લોકો નિર્દોષ છે અને આ રાક્ષસ દ્વારા તેઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અને કારણ કે આ રાક્ષસ એક એવો દૃઢ નિશ્ચય દર્શાવી રહ્યા છે કે નિર્દોષ લોકો વિચારી રહ્યા છે ‘અરે હા તેઓ ઠીક છે’. પરંતુ જો કોઈ જુએ કે તેમના કથનનો આધાર શું છે, તેઓ જુએ છે કે આ બધું માત્ર ઇન્દ્રિયતૃપ્તિ માટે છે. તેમના કથનમાં પરમ સત્યની થોડીક પણ માત્રા નથી હોતી. તેઓ બધા પોતાની ઇન્દ્રિયતૃપ્તિ માટે લક્ષ્મીનું શોષણ કરવાની ઈચ્છા રાખી રહ્યા છે. ભાગ્યની દેવીના વાસ્તવિક માલિક, પરમ ભગવાનને કાંઈ પણ શ્રેય નથી આપી રહ્યા. આ એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૧૩ મે ૧૯૮૦
સેન્ટ લૂઇસ, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા